આઈ.આઈ.ટી.ઈ. એ જ્ઞાનથી મંડિત એવા ભારતના સમૃધ્ધ અને સાંસ્કૃતિક વારસાનું નાનું શું વિસ્તરણ છે. ભાવિ પેઢીના બાળકોને જ્ઞાનશતાબ્દિ પ્રત્યે સાચા અર્થમાં દોરી શકે, માર્ગદર્શન આપી શકે તેવા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની અપેક્ષા ધરાવે છે. સર્વાંગી શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા કૌશલ્ય નિપૂણતાને શિક્ષકોના શિક્ષણના કેન્દ્રસ્થાને રાખીને આઈ.આઈ.ટી.ઈ. એવા શિક્ષકોને તૈયાર કરવા ઈચ્છે છે કે જેઓ જવાબદારીની ભાવના સાથે રાષ્ટ્રીયતા અને વૈશ્વિકતા માટે સજ્જ બને.

માર્ચ ૨૦૧૦ થી આઈ.આઈ.ટી.ઈ.નો કાયદો અમલમાં આવ્યો છે આઈ.આઈ.ટી.ઈ. શિક્ષકોના શિક્ષણનો ચાર વર્ષનો અને છ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ શરૂ કરે છે.
Brochure       
Image Image GSEB Vanche Gujarat India